ખેડા જિલ્લાની આંગણવાડી અને આશાવર્કર બહેનોનું સૂત્રોચ્ચાર સાથે આવેદન

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized


હાઈકોર્ટની મુદત પૂરી થવા છતાં પગાર વધારો ન મળતા 

કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને 16 ફેબુ્રઆરીએ રજૂ થનારા રાજ્યના બજેટમાં પગાર વધારાના જાહેરાતની માંગ

નડિયાદ: દેશવ્યાપી હડતાળના એલાનના પગલે ખેડા જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ પોતાના પડતર પ્રશ્નો અને પગાર વધારાની માંગ સાથે સરકાર સામે મોરચો માંડયો છે. હાઈકોર્ટના આદેશ છતાં વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં ન આવતા રોષે ભરાયેલી બહેનોએ નડિયાદ ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આગામી ૧૬ ફેબુ્રઆરીના રોજ રજૂ થનારા રાજ્યના બજેટમાં પગાર વધારાની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *