
Vadodara Crime Brach : વડોદરના ગોત્રી વિસ્તારમાં લગ્નમાં જતી એક મહિલાને રીક્ષાની આગળ બેસાડવા ફરજ પાડી તેના ચાર તોલાના દાગીના વગે કરનાર પેટલાદના રીક્ષા ચાલકને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
પેટલાદ વિસ્તારમાં ચોરીઓ જેવા બનાવવામાં સંડોવાયેલો રીક્ષા ચાલક મોહસીન પઠાણ શિકારની શોધમાં રીક્ષા લઇ વડોદરા આવ્યો ત્યારે ગોત્રી વિસ્તારમાં રીક્ષાની રાહ જોતી એક મહિલાની મજબૂરીનો તેણે લાભ ઉઠાવ્યો હતો.
વડોદરામાં લક્ષ્મીપુરા રોડના શુભમ ડૂપ્લેક્સમાં રહેતા દિવાળીબેન પટેલ ગઈ તા.4થીએ બપોરે લુણાવાડા જતા હતા ત્યારે તેમનો પુત્ર કારમાં ગોત્રી ઇસ્કોન હાઇટ્સ પાસે છોડી ગયો હતો.
