
– ઇરાન કે અમેરિકા બેમાંથી એક પણ નમતું જોખવા તૈયાર નથી
– પૂર્વમાંથી પ્રચંડ વિમાનવાહક જહાજ અબ્રાહમ લિંકન ઇરાનના જળવિસ્તારથી દૂર ઊભું છે, પશ્ચિમમાંથી બીજું વિમાનવાહક જહાજ ગેરાલ્ડ ફોર્ડ કેરેબિયન સીમાંથી ઇરાન તરફ રવાના થયું
નવી દિલ્હી : મધ્ય તેમજ પશ્ચમ એશિયામાં પરિસ્થિતિ અત્યંત તંગ બની રહી છે. યુરેનિયમ સંવર્ધનના પ્રશ્ને ઇરાન સાથે યુદ્ધ કરવા સુધીની કગાર ઉપર અમેરિકા આવી ગયું છે. તેણે ઇરાનને ડરાવવા સૈન્ય કાર્યવાહીની ધમકી આપી દીધી છે. જ્યારે ઇરાને પણ જરાયે નમતું જોખવાની ના કહી, જીનીવામાં ચાલી રહેલી મંત્રણામાંથી ઊભું થઈ ગયું હતું.
