
– 85 દિવસ પૂર્વે પ્રેમિકાને પામવા શખ્સે 3 હત્યા કરી હતી
– વનકર્મીએ પત્ની, પુત્ર અને પુત્રીને ઓશિકા વડે ગૂંગળાવી મોત નિપજાવી ખાડામાં દાટી દીધા હતા
ભાવનગર : ભાવનગર વનવિભાગમાં ફરજ બનતા એસીએફએ પ્રેમિકાને પામવા માટે તરકટ રચી પત્ની, પુત્ર અને પુત્રીને મોતને ઘાટ ઉતારી ફોરેસ્ટ કોલોની પટાંગણમાં ખાડો ખોદી દાટી દીધા હતા ત્યારબાદ પરિવાર ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ મથકે કરી હતી. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેવો ઘાટ ઘડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એસીએફના તરકટનો પર્દાફાશ થતા પોલીસે તેને સુરતથી ઉઠાવી લીધો હતો. આ સમગ્ર ચકચારી ઘટનાના ૮૫માં દિવસે એસઆઇટીએ કોર્ટમાં ૧૫૦૦ પાનનું ચાર્જશીટ રજૂ કર્યું છે.
