
– બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીનો 299માંથી 212 બેઠકો પર ભવ્ય વિજય
– પાકિસ્તાન સમર્થક જમાત અને હસીના સામે બળવો કરનારા વિદ્યાર્થીઓ સહિતના 11 પક્ષોના ગઠબંધનને માત્ર 77 બેઠકો મળી
– બાંગ્લાદેશના વિકાસ અને શાંતિ માટે ભારત હંમેશા સાથ આપતું રહેશે: મોદીએ રહેમાન સાથે ફોન પર વાત કરી
– બાંગ્લાદેશની ચૂંટણીના પરિણામોને સ્વીકારવા બદલ મોદીનો આભાર, ભારત સાથે મળીને કામ કરીશું: બીએનપી
ઢાકા/નવી દિલ્હી : બાંગ્લાદેશમાં સંસદની ચૂંટણી યોજાઇ હતી જેમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી બીએનપીનો ભવ્ય વિજય થયો છે. આ સાથે જ બે દસકાથી દેશ નિકાલનો સામનો કરી રહેલા અને બીએનપીના વડા તારિક રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે.
