
મુંબઈ : વિશ્વ અત્યારે અસાધારણ ટેકનોલોજીકલ પરિવર્તન કાળમાંથી પસાર થઈ રહ્યું છે, એમાં ખાસ વર્ષોથી પોતાનું આધિપત્ય જમાવનારા કોમ્પ્યુટર સોફ્ટવેર ઉદ્યોગના અસ્તિત્વને ખતરામાં મૂકી દેતાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ડેવલપમેન્ટે વિશ્વભરમાં ખળભળાટ મચાવી દઈ આઈટી-ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓના શેરોમાં રોકાણકારોની મૂડીનો કચ્ચરઘણા બોલાવી દીધો છે.
ભારતમાં પ્રમુખ આઈટી-ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓના શેરોમાં સતત ગાબડાં પડવાનું ચાલુ રહી છેલ્લા ૧૦ દિવસમાં ભાવો ૨૦ ટકા સુધી તૂટયા છે. એઆઈ કંપની એન્થ્રોપિક દ્વારા તાજેતરમાં ક્લાઉડને ચોક્કસ ઉદ્યોગોમાં ચોક્કસ કાર્યોને સંભાળવામાં મદદ કરવા માટે ટુલ્સ પ્રદાન કરવાનું જાહેર કરીને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ ક્ષેત્રે અનેક કંપનીઓનું અસ્તિત્વ જોખમમાં આવી પડવાનો સંકેત આપ્યા બાદ વૈશ્વિક બજારોમાં આઈટી શેરોમાં સતત કડાકો બોલાઈ રહ્યો છે.
ભારતીય શેર બજારોમાં છેલ્લા ૧૦ દિવસમાં આઈટી શેરોમાં ફંડોના ભારે વેચવાલીના દબાણે બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૨૬૭ પોઈન્ટ એટલે કે ૧૪.
