
Gandhinagar News : રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી પણ આપી છે. આ અંગે ગાંધીનગરથી અધિકારીક આદેશ આપવામાં આવ્યો છે. બઢતી તથા બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
