અમદાવાદ, શનિવાર
બાપુનગરમાં અહિ કેમ સિગારેટ પીવો કહીને કાકા-ભત્રીજાએ ત્રણ યુવકો પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં એક યુવકને ઉપર ઉપરા છાપરી છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકને આગળ જઇને સિગારેટ પીવાનું કહેતા મારા મારી થઇ હતી. આ ઘટનામાં લોહી લુહાણ હાલતમાં બે યુવકો સારવાર હેઠળ છે. આરોપીઓ તકરાર કરીને વાહનમાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે બાપુનગર પોલીસે કાકા-ભત્રીજા સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છેે.
