લગ્નના વરઘોડામાં મારક હથિયારો ઉછળ્યા ઃ મહિલા સહિત ૪ને ઇજા

📅 Published: February 15, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા, તા.14 વાઘોડિયા તાલુકાના રોપા ગામે લગ્નના સ્ટેજ પ્રોગ્રામમાં ધક્કો વાગવા બાબતે થયેલા ઝઘડાએ વરઘોડામાં ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યુ હતું. બે પરિવારના સભ્યો વચ્ચે મારક હથિયારોથી હુમલો તેમજ મારામારીમાં ચાર વ્યક્તિને ઇજા થઇ હતી.

વાઘોડિયાની શિવકૃપા સોસાયટીમાં રહેતા મૂળ રોપા ગામના વતની અરુણાબેન અર્જુનસિંહ પરમારે કોટંબીમાં રહેતા ભારત કોયજી પરમાર, હરેશ ભારત પરમાર, કરણસિંહ શિવરાજસિંહ ચૌહાણ, ધનરાજ શિવરાજસિંહ ચૌહાણ અને વિષ્ણુ જાલમભાઇ ચૌહાણ સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમારા કુંટુંબી સોહનનું લગ્ન હોવાથી અમે ત્યાં ગયા હતાં. 

રાત્રે સ્ટેજ પર લાઇવ પ્રોગ્રામ દરમિયાન કરણ અને ધનરાજે મારા પુત્ર હાર્દિકને ધક્કો મારતા ઝગડો થતાં બધાએ વચ્ચે પડી મામલો શાંત પાડયો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *