વડોદરા,વેચાણ કરાર કરીને લોનના હપ્તા ભરપાઇ કરવાનું કહીને કાર લઇ ગયા પછી આરોપીએ હપ્તા પણ ભર્યા નહતા તેમજ ગાડી પણ પરત આપી નહતી. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ન્યુ વી.આઇ.પી.રોડ ખોડિયારનગરમાં રહેતા ભૂષણ રવિન્દ્રભાઇ બાગુલ ફરાસખાનાનો વેપાર કરે છે.
