
Jeffrey Epstein Files Reveal Visa Scams: અમેરિકન ન્યાય વિભાગ દ્વારા તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલી જેફ્રી એપસ્ટિનની ગુપ્ત ફાઈલોએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દસ્તાવેજોમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે કેવી રીતે કુખ્યાત એપસ્ટિન મહિલાઓને પોતાની જાળમાં ફસાવી રાખવા માટે અમેરિકન ઈમિગ્રેશન કાયદાઓનો દુરુપયોગ કરતો હતો. તે નકલી લગ્નો, સ્ટુડન્ટ વિઝા અને અંગ્રેજી ભાષાના કોર્સ જેવા રસ્તાઓ અપનાવીને વિદેશી મહિલાઓને પોતાની સાથે રહેવા મજબૂર કરતો હતો.
કેવી રીતે ફસાવતો હતો એપસ્ટિન?
અમેરિકન ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી જેફ્રી એપસ્ટિનની ફાઈલોમાં તેની ગર્લફ્રેન્ડ કેરીના શૂલિયાકની વાર્તા સૌથી વધુ ચોંકાવનારી છે.
