
વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા રામબાગ મેદાન ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્ષ 2026-29 માટેની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે. રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે જૂથ વચ્ચે સીધી ટક્કર જામતાં ક્રિકેટપ્રેમીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. સભ્યો મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા હતા.
બપોરે અઢી વાગ્યા સુધીમાં 1257થી વધુ મત નોંધાયા હતા, કુલ 2063 સભ્યો ધરાવતી સંસ્થામાં આટલી મોટી ટકાવારી નોંધાવવી એ સંસ્થાની સક્રિયતા દર્શાવે છે.
