
US-Iran Tensions: અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા તણાવ અને અવિશ્વાસના વાતાવરણ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સંકેત આપ્યો છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સાથે સીધી વાતચીત કરવા તૈયાર છે.
સંવાદ દ્વારા ઉકેલ લાવવાની નીતિ
મીડિયા સાથેની વાતચીતમાં માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું હતું કે, ‘પ્રમુખ ટ્રમ્પ એવા નેતા છે જે કોઈપણ સાથે મળવા તૈયાર છે. જો અયાતુલ્લા અલી ખામેનેઈ મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરે, તો ટ્રમ્પ ચોક્કસપણે તેમને મળશે.
