અમદાવાદ,રવિવાર
શહેરના સોલા વિસ્તારમાં રહેતા યુવક પર પ્રેમસંબધની તકરારના મામલે અદાવત રાખીને ચાણક્યપુરી બાલાજી ચાર રસ્તા પાસે શનિવારે બપોરના સમયે યુવકને રોકીને તેના યુવતીના ભાઇએ હુમલો કરીને બે રાઉન્ડ ફાયરીંગ કરીને હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. સોલા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સોલા ગુજરાત હાઇકોર્ટની સામે આવેલા કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસમાં રહેતા ૩૨ વર્ષીય પ્રકાશ દેસાઇ પાલડીમાં ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે. પ્રકાશ દેસાઇને તેમના ગામની સીમા નામની યુવતી સાથે પ્રેમસંબધ હતો.જે અંગે સામાજિક સ્તરે તકરાર થતા સમાધાન થયુ હતું અને પ્રકાશે સીમા સાથે સંબધ કાપ્યા હતા.
