
વડોદરાઃ વિદેશી પક્ષીઓ માટે જાણીતા વડોદરા નજીકના વઢવાણા તળાવમાં આ વખતે ૪૭૭૦૦ પક્ષીઓ આવ્યા હોવાનું તાજેતરની ગણતરીમાં સામે આવ્યું છે.
શિયાળો ગાળવા માટે અહીંયા ધામા નાખતા પક્ષીઓની સંખ્યામાં જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘટાડો નોંધાયો છે અને વન વિભાગ માટે પણ આ બાબત ચિંતાનો વિષય બની છે.આ વર્ષે શિયાળાની સિઝનમાં વઢવાણા તળાવને પસંદ કરનારા પક્ષીઓની સંખ્યા ૨૦૨૨ની સરખામણીએ જોવામાં આવે તો અડધી રહી ગઈ છે.૨૦૨૨માં અહીંયા ૯૫૦૦૦ પક્ષીઓ આવ્યા હતા.
