Kutch News: દબાણકારો સામે તંત્રની બુલડોઝર કાર્યવાહી યથાવત

📅 Published: February 17, 2026 | 📂 Category: Uncategorized

કચ્છમાં ગૌચર જમીન પર મોટાપાયે દબાણની ફરિયાદો સામે આવી હતી. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. કચ્છમાં દબાણકારો સામે તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. જેમાં અબડાસામાં 207 એકર ગૌચર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ સાથે ગ્રામ્ય હસ્તકની વિંગાબેર ગામની ગૌચરમાંથી પણ દબાણ દૂર કરવામાં આવ્યા છે.

નોટિસ આપવા છતા દબાણ દૂર ન કરતા કાર્યવાહી

આ અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, તેમ છતા દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા. જે કારણે તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્રની કડક કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. ગૌચર જમીન મુક્ત થતાં પશુપાલકો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

50 કર્મચારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા

સજાપર જૂથ ગ્રામ્ય હસ્તક આવતા વિંગાબેર ગામની ગૌચર પર દબાણ દૂર કરવામાં આવ્યું છે. અગાઉ નોટિસ આપ્યા છતાં સ્વૈચ્છિક દબાણ દૂર ન થતા આખરે દબાણકારો સામે તંત્રની બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રના 50 કર્મચારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેસીબી મશીન અને ટ્રેક્ટર વાહનો વડે ગૌચર જમીન પર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – Kutch: ભચાઉના કકરવા ગામે વિકરાળ આગ, સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *