Ahmedabad : ખોખરામાં કોર્પોરેટર ચેતન પરમારના પિતાનો પાવર, હું કાઉન્સીલર છું કહીને અધિકારીઓને ધમકાવતા હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં કોર્પોરેટર ચેતન પરમારના પિતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓને ધમકી આપી રહ્યા હોવાનું જોવા મળે છે.

 “હું પોતે કાઉન્સિલર છું” – કોર્પોરેટર પિતાનો પાવર

વીડિયોમાં કોર્પોરેટર ચેતન પરમારના પિતા બોલે છે કે હું પોતે કાઉન્સિલર છું અને દબાણ તોડવા માટે ગયેલા AMCના અધિકારીઓને આદેશ આપતા જોવા મળ્યા.

જો દબાણ તોડશો તો લોકો આપઘાત કરશે

તે વીડિયોમાં બોલતા સંભળાય છે કે તમારે જે કરવું હોય કરો, પરંતુ જો દબાણ તોડશો તો લોકો આપઘાત કરશે તેવી ધમકી પણ આપતા તે જોવા મળે છે

RTI વાળા લોકોના કહેવાથી તમે આવો છો

કોર્પોરેટર ચેતન પરમારના પિતાએ AMC અધિકારીઓને ચેતાવણી આપી કે, તમે RTI વાળા લોકોના કહેવાથી તમે આવો છો

અધિકારીને દબાણ કર્યું

વીડિયોમાં તે ખોખરા વિસ્તારમાં દબાણ તોડવા ગયેલી AMC ટીમને ધમકાવતા હોવાનું અને ફોન પર પણ અધિકારીને ધમકાવતા હોવાનું જોવા મળતા વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો—–     Gandhinagar : જો ચાલુ પરીક્ષાએ સ્કૂલમાં બોમ્બની ધમકી મળે તો શું કરવું ? રણનીતિ તૈયાર કરવા રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરીની આજે ખાસ બેઠક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *