Ahmedabad : ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના મામલે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. કોર્ટને મોકલાયેલા ઈ-મેઈલમાં આશરે 19 RDX IED દ્વારા વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધમકીમાં તામિલનાડુ પોલીસ અને આઈએસઆઈનો પણ સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે, જેને કારણે તપાસ એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.

જોખમી ઈ-મેઈલ હોટમેઈલ આઈડી મારફતે મોકલાયો

આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ જોખમી ઈ-મેઈલ હોટમેઈલ આઈડી મારફતે મોકલાયો હતો. ઈ-મેઈલ મળતા જ કોર્ટ પ્રશાસન અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. સુરક્ષાની દ્રષ્ટિએ કોર્ટ પરિસરમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સમગ્ર મામલે તંત્ર સંપૂર્ણ સતર્ક

બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી. કોર્ટની કાર્યવાહી પર પણ અસર પડી હતી અને સુરક્ષા કારણોસર જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઈ-મેઈલના સ્ત્રોત અને તેમાં કરાયેલા દાવાઓની સત્યતા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે તંત્ર સંપૂર્ણ સતર્ક છે અને વધુ વિગતો તપાસ બાદ બહાર આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : Mehsana News: ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર બન્યું સંતુલિત વિકાસનું આદર્શ મૉડલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *