Ahmedabad News: સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં PGનો ધમધમાટ, ઊંઘતુ તંત્ર મકાનને સીલ મારવા દોડતુ થયુ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદમાં આવાસ યોજનાના મકાનો ભાડે આપવાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવતા હતાં. બીજી તરફ શહેરમાં સોસાયટીઓમાં પીજી બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યા છે. જેને લઈને રોજબરોજ માથાકૂટો સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં સરકારી આવાસમાં પીજી ચાલતુ હોવાની ઘટના સામે આવી છે. સરકારી આવાસમાં આ ઘટના સામે આવતા જ તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા છે.

સરકારી આવાસમાં પીજી ચાલતુ હોવાની ઘટના

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં પીજી ચાલતુ હોવાની ઘટના સામે આવી છે. સાયન્સ સિટી વિસ્તારમાં એલઆઈજી 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી.હાઉસિંગના મકાનમાં પીજી ચલાવવા બાતે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાતી હતી. અત્યાર સુધી સરકારી આવાસો ભાડે આપવામાં આવતા હવે પીજીનો ખેલ સામે આવ્યો છે. કોર્પોરેશનની ટીમ દ્વારા આ ઘટનાને લઈને તપાસ શરૂ કરાઈ હતી. કોર્પોરેશને બંને મકાનો સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ભાડે અપાતા અન્ય મકાનોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Junagadh News: મૃગી કૂંડમાં નાગા સાધુઓ વચ્ચે ડૂબકી મારવી મોંઘી પડી, કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *