Suratમાં રૂ.575 કરોડનું સોના-ચાંદી વેચાણ કૌભાંડ: બિલ વગર દાગીના વેચનાર જ્વેલર યતીન શાહની ધરપકડ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરતના ભાગળ રાજમાર્ગ પર આવેલી જ્વેલર્સ પેઢીઓ દ્વારા આચરવામાં આવતા મોટા ટેક્સ ચોરીના કૌભાંડનો જીએસટીની DGGI (Directorate General of GST Intelligence) વિંગે પર્દાફાશ કર્યો છે. અંદાજે રૂ.575 કરોડના સોના અને ચાંદીના દાગીના બિલ વગર વેચીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવાના આરોપમાં ‘સુમિત સિલ્વર’ના માલિક યતીન સુમિતલાલ શાહની ધરપકડ કરવામાં આવી છે.

બિલ વિના સોનુ-ચાંદી વેચાવાનું કૌભાંડ ઝડપાયું

તપાસમાં બહાર આવ્યું છે કે જ્વેલર્સ દ્વારા સોના-ચાંદીની લગડીઓ અને તૈયાર ઘરેણાઓનું કોઈપણ પ્રકારના અધિકૃત બિલ વિના બેરોકટોક વેચાણ કરવામાં આવતું હતું. નિયમ મુજબ, સોના-ચાંદીની લગડી પર 3 ટકા અને દાગીના પર 5 ટકા સુધીનો જીએસટી ભરવો ફરજિયાત છે. જોકે, આ પેઢી દ્વારા કાચા ચોપડે વહીવટ કરીને દર મહિને કરોડો રૂપિયાની જીએસટી ચોરી આચરવામાં આવતી હતી.

ઘરેણાં પર 5% સુધી GST ભરપાઇ કરવાનો નિયમ

DGGIની ટીમે બાતમીના આધારે ભાગળ વિસ્તારમાં આવેલી પેઢીઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં મોટાપાયે બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. ₹575 કરોડનું ટર્નઓવર હોવા છતાં ટેક્સ ન ભરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા બદલ યતીન શાહ સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સુરતના ઝવેરી બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *