Surat: પાલ પોલીસની ટીમે પ્રતિબંધિત પોષડોડાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરત શહેરના પાલ વિસ્તારમાં નશાયુક્ત પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. પાલ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને પ્રતિબંધિત પોષ ડોડાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.

સુરતમાં પ્રતિબંધિત પોષડોડા સાથે 2 ઝડપાયા

પોલીસે ચોક્કસ બાતમી પરથી વોચ ગોઠવીને બે શખ્સોને આંતર્યા હતા. તેમની તપાસ કરતા તેમની પાસેથી નશાયુક્ત પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 1.767 કિલોગ્રામ પોષ ડોડા (કિંમત ₹26,505). બે મોબાઈલ ફોન. અંદાજે ₹45,505ની મત્તાનો સામાન કબજે લેવાયો છે.

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

પાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ મુજબ કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ નશાયુક્ત પદાર્થનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરના અન્ય કયા વિસ્તારોમાં તેને સપ્લાય કરવાનો હતો.

આ પણ વાંચો: Surat: અઠવા ઝોનમાં એક જ દિવસમાં 168 મિલકતો સીલ, ટેક્સ બાકીદારોમાં ફફડાટ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *