Valsadમાં સામૂહિક આપઘાતના કેસમાં 4 લોકોની ધરપકડ, આપઘાતનું કારણ આવ્યું બહાર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

વલસાડમાં સામૂહિક આપઘાતમાં કેસમાં ધરપકડ કરાઇ છે. સામૂહિક આપઘાત કેસમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. ઉમરગામમાં પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો. જેમાં પુત્રની હત્યા કરી પતિ પત્નીએ કર્યો હતો. સુરતની નકલી FX વેબસાઈટમાં નાણાં ડૂબ્યા હતા જેમાં મૃતકે ઊંચા વ્યાજની લાલચમાં રોકાણ કર્યુ હતુ. પરંતુ ઉંમરગામના પરિવારને વળતર ન મળતા અંતિમ પગલુ ભર્યુ હતુ. સ્યુસાઇડ નોટના આધારે પોલીસે 4ને ઝડપ્યા છે. જે સંદર્ભે પોલીસે માસ્ટર માઈન્ડ સહીત એજન્સી સંચાલકની ધરપકડ કરી છે. 

શું હતો સમગ્ર મામલો?

વલસાડ જિલ્લાના ઉંમરગામ ખાતે થયેલ સામુહિક આપઘાતના મામલામાં આરોપીની ધરપકડ કરાઇ છે. પુત્રની હત્યા કરી પતિ પત્નીએ આત્મહત્યા કરી હતી. જે કેસમાં વલસાડ પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઉંમરગામના સોળસુંબા ગામ ખાતે એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સોળસુંબા ગામના કૃષ્ણા નગરમાં આવેલી નીલકંઠ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટમાં પતિ, પત્ની અને તેમના બે વર્ષીય બાળક મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ઉમરગામ (Tragic deaths in Umargam) પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પતિએ બે વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી હતી, ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. 

સુરતની નકલી FX વેબસાઈટમાં નાણાં ડૂબ્યા હતા

આ ભયાનક પગલું ભરવા પાછળનું કારણ નાણાં ડૂબાવાનું સામે આવ્યું છે. સુરતની નકલી વેબસાઇટમાં રૂપિયા ગુમાવ્યા હોય તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતક યુવકે 30ના ટકા ઊંચા વ્યાજની લાલચમાં પોતે અને મિત્ર પાસે પણ કંપનીમાં રોકાણ કરાવ્યું હતુ. પોલીસે સુસાઇડ નોટ અને મોબાઈલ ડેટાના આધારે આખી ગેંગને ઝડપી. માસ્ટર માઈન્ડ સહીત જાહેરાતો કરતી એજન્સીના સંચાલકની પણ ધરપકડ કરી છે. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *