- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત
- રાજ્યના લોકો એ જ રાજ્યની તાકાત છેઃ CM
- આહાર અને આવાસને સરકારે પ્રધાન્ય આપ્યુ
વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું છે. તેમજ ધ્વજવંદન બાદ CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું છે કે રાજ્યના લોકો એ જ રાજ્યની તાકાત છે. આહાર અને આવાસને સરકારે પ્રધાન્ય આપ્યુ છે. રાજ્યના લોકોને ઘર મળે તે માટે સરકારે કામ કર્યુ છે. રોડ નેટવર્ક મજબુત કરવા 2200 કરોડની રકમ મંજૂર કરી. તથા 1262 કરોડના ખર્ચે 3 કોરિડોરનું આયોજન કર્યું છે. 1600 કિ.મી લાંબા દરિયાકિનારે બંદરોનો વિકાસ થયો છે.
ગુજરાત 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ધરાવતુ રાજ્ય બન્યું
ગુજરાત 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ધરાવતુ રાજ્ય બન્યું છે. આઝાદીના અમૃતકાળ અવસરે ભારતને જી – 20 સમિટની યજમાની કરી છે. ભારતને પણ 16થી વધુ બેઠકોનું આયોજન કરવાની તક મળી છે. સેમિકન્ડક્ટરનો સૌપ્રથમ પ્લાન્ટ દેશમાં ગુજરાતમાં છે. ગાંધીનગરનું ગિફ્ટ સિટી દેશમાં બિઝનેસ હબ છે. દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવામાં નવા કિર્તિમાન સ્થાપ્યા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિ
77માં સ્વતંત્રતા પર્વની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. ત્યારે વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ છે. CM ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું છે. ધ્વજવંદન બાદ CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું છે. તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા છે.
સ્વાતંત્ર્ય પર્વ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે
સ્વાતંત્ર્ય પર્વ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણમાં, કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ સુરતમાં, ઋષિકેશ પટેલ વડોદરામાં, રાઘવજી પટેલ રાજકોટમાં, કુંવરજી બાવળીયા અમદાવાદમાં, મુળુભાઇ બેરા કચ્છમાં, કુબેરભાઇ ડિંડોર છોટાઉદેપુરમાં અને ભાનુબેન બાબરિયા જૂનાગઢમાં ધ્વજવંદન કર્યું છે.
