Sanand: ઘાયલ રાજહંસ પક્ષીનો એનિમલ લાઈફ કેરની ટીમે જીવ બચાવ્યો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સાણંદ તાલુકાના મેલાસણ વિસ્તારમાં રોહીતભાઈ પટેલ પસાર થતા હતા. ત્યારે તેઓની નજીક એક ઘાયલ થયેલા રાજહંસ પક્ષી પર પડી હતી. આથી તેઓએ તુરત જ અમદાવાદ ખાતે એનીમલ લાઈફ કેરને જાણ કરાઈ હતી. એનીમલ લાઈફ કેરના વિજયભાઈ ડાભી સહિતનાઓ દોડી ગયા હતા. અને રાજહંસ પક્ષીને રેસ્કયુ કરી તેને પ્રાથમીક સારવાર આપી વન વિભાગની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજહંસ પક્ષીએ એક પ્રવાસી પક્ષી છે. આ પક્ષી યુરોપ, દક્ષીણ રશીયા, ચીનમાં જોવા મળે છે. રાજહંસ એ એક મુક પક્ષી છે. તેને અંગ્રેજીમાં Mute Swan કહે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *