Pardiમાં યુવકના મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું, હાઇવે પર પડેલા ખાડાઓનું સમારકામ શરૂ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

વલસાડના પારડીમાં યુવકના મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. પારડીમાં હાઇવે પર પડેલા ખાડાઓનું સમારકામ કરવામાં આવ્યું છે. NHAI દ્વારા ખાડાનું સમારકામ હાથ ધરાયું છે. ખાડાના કારણે બાઈક ચાલકના મોતથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. ઉશ્કેરાયેલા લોકોએ સવારે હોબાળો કર્યો હતો.

 યુવકના મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું

પારડી નજીક થયેલ અકસ્માત સ્થળ પર પહોંચેલા લોકોએ હાઇવે પર પડેલા ખાડાઓને કારણે રોજિંદા સર્જાતા અકસ્માતોને લઈ ઉગ્ર વિરોધ કર્યો હતો. વલસાડના જુજવાનો એક યુવક ઘરથી બાઇક પર વાપી નોકરીએ જવા નીકળ્યો હતો. એ દરમિયાન પારડી નજીક પુલના છેડા પર હાઇવે પર પડેલા ખાડાઓ નજીકથી પસાર થતાં જ બાઈકનું ટાયર ખાડામાં પટકાતા બેલેન્સ ગુમાવ્યું હતું. બાઈક ચાલક હાઇવે પર પટકાયો હતો. એ જ વખતે પાછળથી આવતું એક ટ્રક આ યુવક પર ચડી ગયું હતું.. જેને કારણે યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.

 અકસ્માતોને લઈ ઉગ્ર વિરોધ કર્યો હતો

આ સર્જાયેલા અકસ્માતને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેઓએ તાત્કાલિક પોલીસ બોલાવી અને હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ અગાઉ પણ હાઇવે પર પડેલા ખાડાઓને કારણે સર્જાયેલા અકસ્માતનો ભોગ બનેલા લોકો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *