- પારડીમાં નિવૃત્ત શિક્ષકના ઘરે 5 શખ્સો લૂંટ ચલાવી ફરાર
- શિક્ષકનું ઘર વેરવિખેર કરી મોબાઈલ ફોન પણ લઇ ગયા
- પારડી તાલુકાના ડુમલાવ ગામે બની ઘટના
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુમલાવ ગામે આજે વહેલી સવારે લૂંટની ઘટના બની હતી,જેમાં તસ્કરોએ પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવી છે,દંપતીએ બારણું ખોલતા પોલીસની ઓળખ આપી અને કીધું કે તમારી પાસે બે નંબરના રૂપિયા છે અમે તપાસ કરવા માટે આવ્યા છીએ તેમ કહી ઘરમાં રહેલી વસ્તુઓની લૂંટ કરી છે,સમગ્ર ઘટનાને લઈ પારડી પોલીસે તપાસ હાથધરી
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે
પારડીના ડુમલાવ ગામે ચોરીની ઘટના થતા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને ડોગ સ્ક્રોર્ડની મદદથી તપાસ હાથધરી હતી,તસ્કરો બે અલગ- અલગ ગાડીઓ લઈને ચોરી કરવા આવ્યાં હતા,પહેલા અગાઉના દિવસોમાં રેકી અને રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું પોલીસ અધિકારીઓનું અનુમાન છે.

સીસીટીવીના આધારે તપાસ
ઘટના બનતાની સાથે જ પોલીસે શહેરમાં લાગેલા સીસીટીવીના આધારે તપાસ આદરી છે,વલસાડ SOG,ક્રાઈમબ્રાન્ચ,LCB પોલીસ પણ આ ઘટનાને લઈ તપાસ કરી રહી છે,ચોરી કરીને આરોપીઓ મહારાષ્ટ્ર તરફ પલાયન પણ થઈ શકયા હોવાની માહિતી પોલીસને તેમના સૂત્રો તરફથી મળી છે,હાલ તો કુલ કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેની રકમ સામે આવી નથી,પણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે.

પલસાણામાં પણ 10 દિવસ પહેલા લૂંટ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામના દેસાઈ ફળિયામાં આવેલા એક મકાનમાં 2 મહિલાઓ રહે છે. તે ઘરને 4 અજાણ્યા તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો. અજાણ્યા તસ્કરોએ ઘરમાં.પ્રવેશી ઘરમાં મહિલાઓએ પહેરેલા સોના ચાંદીના ઘરેણાં તસ્કરોએ માંગ્યા હતા. બંને મહિલાઓએ ઘરેણાં ન આપતા મહિલાઓને લાકડાના ફાટક માટી ઘરેણાં અને કબાટમાં મુકેલા રોકડા રૂપિયાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયા હતા. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથધરી હતી.
