દક્ષિણ ગુજરાતની મહત્વની વિધાનસભા બેઠક પારડીનું શું છે રાજકીય ગણિત?

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • આદિવાસી વસતી અને ઉદ્યોગગૃહોનું અજબ મિશ્રણ
  • આ છે પારડી મતવિસ્તારના જાતીય સમીકરણો
  • કોંગ્રેસનો ગઢ ભાજપના કિલ્લામાં ફેરવાયો

વલસાડ જિલ્લામાં આવેલા અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર ગણાતા વાપી સાથે સિધું જોડાણ ધરાવતા પારડી મતવિસ્તારનો ઇતિહાસ થોડો રોચક છે, પારડીનો પોલિટીકલ ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે, મૂળે કોંગ્રેસનો ગઢ ગણાતો આ વિસ્તાર હવે ભાજપનો મજબૂત કિલ્લો બની ચૂક્યો છે. ભાજપ માટે આ સુરક્ષિત બેઠક ગણાય છે. રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. આજે આ મતવિસ્તારના રોચક ઇતિહાસની તો વાત કરવી જ છે સાથે જ તેનું રાજકીય ગણિત પણ સમજવાની આપણે કોશિશ કરીશું.

પારડી બેઠક પર જાતિગત સમીકરણ

આ બેઠક પર માધીમાર સમાજનુ ખૂબ પ્રભુત્વ છે. માધીમાર સમાજને કોઈ પક્ષ અવગણી શકે તેમ નથી. આ સાથે જ આ વિસ્તારના પરપ્રાંતિય વોટ અને આદિવાસી સમાજના મતદારોના વોટ પર કોઈપણ પક્ષનો હારજીતનો મદાર રહેલો છે. આ બેઠકમાં મતોનુ ધ્રુવીયકરણ શક્ય છે. આ બેઠક પર સૌથી વધુ કોળી પટેલ, ઘોડિયા પટેલની પણ બહુમતી જોવા મળે છે. આ ત્રણેય સમાજને સાથે રાખીને ચાલનારને અહીં ચોક્કસથી સત્તા મળે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ના પરિણામ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં પારડી વિધાનસભા બેઠક પરથી ભાજપના કનુભાઈ મોહનલાલ દેસાઈએ જંગી જીત નોંધાવી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મોહનભાઈ પટેલને હરાવ્યા હતા. કનુભાઈને 98 હજારથી વધુ મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ભરતભાઈને માત્ર 46 હજાર મત મળ્યા હતા. અહીંથી બહુજન સમાજ પાર્ટી તરફથી ગિરીશભાઈ જીવનભાઈ પરમાર અને આમ આદમી પાર્ટી તરફથી ડૉ.રાજીવ શંભુનાથ પાંડે પણ મેદાનમાં હતા.

આ સીટ પર ભાજપનો દબદબો

પારડી બેઠક દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાનો એક ભાગ છે. છેલ્લી પાંચ ચૂંટણીની વાત કરીએ તો અહીંથી ભાજપ ચાર વખત જીત્યું છે. 2007 સુધી આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી. આ બેઠકની ખાસ વાત એ છે કે, દરેક ચૂંટણીમાં નવા નેતા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

1995માં ભાજપના ડો.કે.સી.પટેલ, 1998માં ભાજપના ચંદ્રવદન પટેલ, 2002માં કોંગ્રેસના લક્ષ્મણભાઈ બાબુભાઈ પટેલ, 2007માં ભાજપના ઉષાબેન ગીરીશકુમાર પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2012થી રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *