Amreli : વડીયામાં નકલી દૂધ મામલે મોટો ખુલાસો, દૂધમાં સોયાબીન, ગ્લુકોઝ પાવડર, કેમિકલની ભેળસેળ કરાઇ હોવાનો ઘટસ્ફોટ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલી જિલ્લાના વડીયા વિસ્તારમાં નકલી દૂધના મામલે વધુ મોટો ખુલાસો થયો છે. ખીજડિયા ગામમાં 10 હજાર લીટર નકલી દૂધ ઝડપાયું હતું, FSLના રિપોર્ટમાં દૂધ નકલી હોવાનું સામે આવ્યું છે.

 નકલી દૂધ હોવાનું સામે આવ્યું

જ્યારે પોલીસ સ્ટેશન દ્વારા ટેન્કરમાંથી દૂધના નમૂનાઓ એફએસએલ માટે મોકલવામાં આવ્યા હતા તો એફએસએલના રિપોર્ટમાં સ્પષ્ટપણે નકલી દૂધ હોવાનું સામે આવ્યું.

 દૂધમાં સોયાબીન, ગ્લુકોઝ પાવડર અને અન્ય કેમીકલ્સનું મિશ્રણ

એફએસએલ રિપોર્ટ અનુસાર, દૂધમાં સોયાબીન, ગ્લુકોઝ પાવડર અને અન્ય કેમીકલ્સનું મિશ્રણ કરાતું હતું. આ રીતે બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું, જેની સામે તંત્રએ ઝડપથી પગલાં લીધા અને 10 હજાર લીટર નકલી દૂધનો નાશ કરવામાં આવ્યો.

તંત્રની ઝડપી કાર્યવાહી અને લોકોએ ઉઠાવેલી ચિંતાઓ

ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગઇ કાલે કાર્યવાહી કરીને આ દૂધનું ટેન્કર ઝડપી લીધું હતું. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આ તત્વો સામે હવે પોલીસે અને ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી લોકોએ માગ કરી છે. 

આ પણ વાંચો—–     Gujarat Latest News Live : SIRની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્યમાં 4,40,30,725 મતદાર નોંધાયા, આખરી યાદીમાં 5.60 લાખ મતદાર ઉમેરાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *