Amreliના ગરણીમાં ખેડૂતના મકાનના રસોડામાં થયો ભેદી ધડાકો, ધડાકાથી રસોડું તૂટ્યું, આસપાસના મકાનોને અસર, લોકોમાં ઉત્તેજના સાથે ડરનો માહોલ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલીના ગરણી ગામમાં ખેડૂત નાગજીભાઈ ચોપડા પટેલના મકાનમાં વહેલી સવારે ભેદી ધડાકો થતાં લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.

સવારે 4:30 વાગ્યે મકાનના રસોડાના ભાગમાં ધડાકો

મંગળવારે વહેલી સવારે 4:30 વાગ્યે મકાનના રસોડાના ભાગમાં ધડાકો થયો હતો જેનાથી મકાનનો ઘણો ઘરો ભાગ ધરાશાયી થઇ ગયો હતો.

રસોડું તૂટ્યું હતું અને આસપાસના મકાનો પર પણ અસર જોવા મળી

ધડાકાથી રસોડું તૂટ્યું હતું અને આસપાસના મકાનો પર પણ અસર જોવા મળી હતી. ભર નિન્દ્રામાં રહેલા લોકો ભેદી ધડાકાના પગલે જાગી ગયા હતા. લોકોમાં ભારે કૂતુહલ સાથે ડર જોવા મળી રહ્યો છે.

ગેસ સિલીન્ડર અને ફ્રીજ સલામત

જો કે ધડાકામાં ઘરમાં રહેલો ગેસ સિલીન્ડર અને ફ્રીજ સલામત રહ્યું હતું. પરંતુ ભેદી ધડાકાના કારણે મકાનમાલિક અને આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.

બાબરા પોલીસને જાણ કરાઇ

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ટોળા એકત્ર થયા હતા અને પછી બાબરા પોલીસને જાણ કરાઇ હતી

પોલીસે ઘટના સ્થળની તપાસ શરૂ કરી

પોલીસે ઘટના સ્થળની તપાસ શરૂ કરી છે. ધડાકો શાના કારણે થયો છે તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરાઇ છે. 

આ પણ વાંચો—     Gujarat Latest News Live : રાજ્યમાં આજથી CBSE બોર્ડ પરીક્ષાની શરુઆત, 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહથી આપશે પરીક્ષા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *