Kheda News: આંકલાવમાં ગુમ થયેલી બાળકીનો 68 કલાક બાદ સિંધરોટ પાસે મીની નદીમાં તરતો મૃતદેહ મળ્યો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

આંકલાવમાં બાળકીનું ઘર પાસેથી અપહરણ કરીને તેની હત્યા કરી નદીમાં ફેંકી દેવાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસે આ ઘટનામાં આરોપી અજય પઢિયારની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે. ત્યારે આ ઘટનામાં હવે નવો ખુલાસો થયો છે. આરોપી પોલીસ તપાસમાં ગુમરાહ કરી રહ્યો છે. તેણે 60 કલાકમાં 10 વખત નિવેદનો બદલ્યા છે. તે ખોટા લોકેશન બતાવીને પોલીસને તપાસમાં ગુમરાહ કરી રહ્યો હતો. આખરે પોલીસને બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો છે. 68 કલાકની શોધખોળ બાદ નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે.

68 કલાકની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો

આણંદના નવાલખની ગુમ થયેલી બાળકીનો મૃતદેહ 68 કલાકની શોધખોળ બાદ હાથ લાગ્યો છે. સિંધરોટ પાસે નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.SDRFની ટીમે મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો છે.પોલીસે સ્થળ પર પંચનામું કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આણંદ અને વડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સિંધરોટ પાસેના નિજામપુરામાં મીની નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

દુષ્કર્મ અને તાંત્રિક વિધિને ધ્યાને રાખીને પોલીસ તપાસ

60 કલાક બાદ પણ બાળકીનો પત્તો લાગ્યો નહોતો.આખરે 68 કલાકની ભારે જહેમત બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાના આરોપીએ બાળકીને ગળુ દબાવી મારી નાંખીને નદીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી છે.આજે આરોપીને પોલીસ કોર્ટમાં રજૂ કરશે.પોલીસ દુષ્કર્મ અને તાંત્રિક વિધિ બંને દિશામાં તપાસ કરી રહી છે. આરોપી તપાસ દરમિયાન પોલીસને ગુમરાહ કરી રહ્યો હતો. તેણે છેલ્લા 60 કલાકમાં 10 વખત નિવેદનો બદલ્યા હતાં. આખરે લોકોએ પોલીસને મૃતદેહ અંગે જાણ કરતાં બાળકીનો પત્તો લાગ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *