આંકલાવમાં અકસ્માત થયેલ ટ્રકમાંથી લોકોએ ડીઝલની લૂંટ ચલાવી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

  • લાલપુરા બસ સ્ટેન્ડ પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
  • ટ્રકની ડીઝલ ટેન્કમાંથી લોકોએ ચલાવી લૂંટ
  • તપેલીઓમાં ડીઝલ ભરી લોકો લઈ ગયા
આંકલાવમાં અકસ્માતગ્રસ્ત ટ્રકમાંથી ડીઝલની લૂંટ કરવામાં આવી છે. જેમાં લાલપુરા બસ સ્ટેન્ડ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેથી ટ્રકની ડીઝલ ટેન્કમાંથી લોકોએ લૂંટ ચલાવી હતી. તપેલીઓમાં ડીઝલ ભરી લોકો લઈ ગયા હતા. ટ્રકની નીચે બેસી લોકો ડીઝલ ચોરી રહ્યા હતા.

અકસ્માતગ્રસ્ત ટ્રકમાંથી ડીઝલની લૂંટ
લાલપુરા બસ સ્ટેન્ડ પાસે અકસ્માતગ્રસ્ત ટ્રકમાંથી ડીઝલની લૂંટ ચલાવતા લોકો વીડિયોમાં કેદ થયા છે. મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતગ્રસ્ત ટ્રકની ડીઝલ ટેન્કમાંથી લોકોએ ડીઝલની લૂંટ ચલાવી હતી. તેમાં કેરબા, ડોલ, ઘડા અને તપેલીઓમાં ડીઝલ ભરી લોકો લઈ ગયા હતા. અકસ્માતગ્રસ્ત ટ્રકમાંથી ડીઝલ ચોરતા સમયે કોઇ પણ ઘટના બની શકી હોત કારણ કે ટ્રકની નીચે બેસી લોકો ડીઝલ ચોરી રહ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
ૉહઠીપુરા પાસે પુરપાટ ઝડપે જતું બાઈક ઉભેલી ટ્રકની પાછળ ઘુસી ગયુ
તાજેતરમાં આંકલાવ તાલુકાના હઠીપુરા પાસે પુરપાટ ઝડપે જતું બાઈક ઉભેલી ટ્રકની પાછળ ઘુસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોનાં સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયાં હતા. જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતાં વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના સ્ટેશન વિસ્તારમાં રહેતાં મીનાબેન વિનોદભાઈ રાઠોડ (ઉં.વ.35) પોતાના પુત્ર અમીતભાઈ (ઉં.વ. 18) તેમજ પડોશમાં રહેતા ભાવેશભાઈ કાંતિભાઈ ગોહિલ (ઉં.વ.19) સાથે બાઈક નંબર જીજે-23,ડીઆર-3374નું લઈને ગોત્રી બાગાયતનું કામકાજ કરવા માટે જવા નીકળ્યાં હતાં.
સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં
સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે હઠીપુરા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર ઉભેલો બગડી ગયેલા ટ્રકની પાછળ બાઈક ધડાકાભેર ઘુસી ગયું હતું. જેને લઈને ત્રણેય રોડ ઉપર ફંગોળાયા હતા. ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ તેમજ વાહનચાલકો આવી પહોંચ્યા હતા અને તુરંત જ 108 મોબાઈલ વાનને જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અકસ્માતમાં અમિત અને ભાવેશને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનાં સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે મીનાબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તુરંત જ 108 મોબાઈલ વાન મારફતે સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *