અમરેલીના બાબરા શહેરની આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, રૂ. 1.50 લાખની લૂટ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • ભાવનગર રોડ ઉપર પેટ્રોલ પમ્પ નજીકની ઘટના
  • કર્મચારીને માથામાં મારી બે ઇસમો ફરાર
  • અમરેલી SPની નાકાબંધી કરવા સૂચના

અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલી પટેલ મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીને માથાના ભાગે ઇજા પહોચાડી બે ઇસમોએ રૂ. 1.50 લાખની લૂટ મચાવતા ચકચાર મચી જવા પામી છે. વિજયભાઈ નામના કર્મચારીને ઇજા પહોચાડી લૂટારુ ફરાર થયા હતા. ઘટનાની જાણ થતાં અમરેલી SPએ નાકાબંધી કરવાની સૂચના આપી હતી.

લૂટની ઘટના ભાવનગર રોડ પર આવેલા એક પેટ્રોલપંપ પાસે બની હતી. ઘટનામાં ઘાયલ વિજયભાઈને સારવાર માટે બાબરા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બનાવની જાણ થતાં જ અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *