અમરેલીમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયુ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • મોત નિપજતા ચલાલા પંથક અને પોલીસ બેડામાં શોક
  • ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું મોત
  • બગસરા તપાસ અર્થે હતા તે દરમિયાન હાર્ટએટેકથી મોત

અમરેલીમા પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું મોત થયુ છે. બગસરા તપાસ અર્થે હતા તે દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં મોત થયુ છે.

બગસરા તપાસ અર્થે હતા તે દરમિયાન હાર્ટ એટેક આવ્યો

ઢોલરવા ગામના નજુભાઈ વાળા ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જેમાં બગસરા તપાસ અર્થે હતા તે દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ છે. નજુભાઈ વાળાનું મોત નિપજતા ચલાલા પંથક અને પોલીસ બેડામાં શોક છવાયો છે.

છાતીમાં દુખાવો અથવા ભારે લાગે તો તે હ્રદય નબળુ પડવાના સંકેત

છાતીમાં દુખાવો અથવા ભારે લાગે તો તે હ્રદય નબળુ પડવાના સંકેત હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં ડોકટરની મુલાકાત લઈને ઈલાજ કરાવવો જોઈએ. આ પ્રકારે કરવાથી હાર્ટ એટેક આવવાનું જોખમ ઓછું થઈ જાય છે. જડબામાં દુખાવો- જડબામાં દુખાવો થતો હોય તો તે હ્રદયની બિમારીઓનો સંકેત આપે છે. ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકની સમસ્યા સામાન્ય બની ગઈ છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયને લોહીનો પુરવઠો ન મળતો હોય. હાર્ટ એટેકના સૌથી સામાન્ય અને જાણીતા લક્ષણોમાંનું એક છાતીમાં દુખાવો છે. હાર્ટ એટેક દરમિયાન, દુખાવો છાતીની મધ્યમાં શરૂ થાય છે અને પછી તે જુદા જુદા અવયવોમાં ફેલાય છે. જો કે, છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનું એકમાત્ર લક્ષણ નથી. ઘણી વખત એવું બને છે કે હાર્ટ એટેક સમજ્યા વગર આવી જાય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *