Balasinor: પાન પાર્લરોમાં પોલીસના દરોડા, નશાકારક સામગ્રીના વેચાણ પર અંકુશ લાવવા કાર્યવાહી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બાલાસિનોર શહેરમાં વધતા જતા નશાના દૂષણને ડામવા માટે મહીસાગર પોલીસ એક્શન મોડમાં આવી છે. સરકારના જાહેરનામાના કડક અમલીકરણ માટે બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાન પાર્લરોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

નશાના સાધનો પર પોલીસની નજર

બાલાસિનોર ટાઉન પી.આઈ. એ.એન. નિનામા અને તેમની ટીમે શહેરના મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં પાન પાર્લરો પર આકસ્મિક તપાસ કરી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સ કે અન્ય નશા માટે ઉપયોગમાં લેવાતી સહાયક સામગ્રીના વેચાણને અટકાવવાનો હતો. ચેકિંગ દરમિયાન પોલીસે ખાસ કરીને નીચે મુજબની વસ્તુઓના વેચાણ અંગે તપાસ કરી હતી.

યુવાધનને બચાવવા માટે ઝુંબેશ

પોલીસના જણાવ્યા અનુસાર, ઘણીવાર પાન પાર્લરોમાં આવી સામગ્રીની આડમાં નશીલા પદાર્થોનું સેવન પ્રોત્સાહિત કરવામાં આવતું હોય છે. યુવા પેઢી નશાની ગર્તામાં ન ધકેલાય તે માટે આ પ્રકારની સામગ્રીના બેફામ વેચાણ પર નિયંત્રણ લાવવું અનિવાર્ય બન્યું છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *