Balasinor: અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈ-વે બિસમાર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે જે બાલાસિનોર પાસેથી પસાર થાય છે જેમાં મસ મોટા ખાડા પડી ગયા છે. હાલ દેવ દિવાળી હોવાથી ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ ફાગવેલ ખાતે ભાથીજી મહારાજના દર્શને આવતા દર્શનાથીઓ અને વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહયા છે તો બીજી તરફ આ માર્ગ ઉપર કઠલાલ પાસે ટોલટેક્ષ ઉઘરાવવામાં આવતો હોવા છતાં માર્ગની મરામત કરવામાં ન આવતા યાત્રીકો અને વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

અમદાવાદથી ઈન્દોર જતા નેશનલ હાઈવે ઉપર અવિરત વાહન ચાલતો રહે છે.આ હાઈવે ઉપર મોટી હેવી ટ્રકોની અવર જવાર રહે છે. આ નેશનલ હાઈવે ઉપર સરકારના કોન્ટ્રાક થકી વાહન ચાલકો પાસેથી તગડો ટોલટેક્ષ પણ ઉઘરાવવામાં આવી રહયો છે. તેમ છતા કોન્ટ્રાકટર દ્રારા મરામત કરવામાં આવતી ન હોવાની બુમરાણ મચી છે. આ નેશનલ હાઈવે ઉપર ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ ફાગવેલ અને ખડગોઘરાની વચ્ચે, વડદલા પાસે અને બાલાસિનોર પાસે નેશનલ હાઈવેનો માર્ગ બન્ને સાઈડો બીસ્માર હાલત હાલત બની જતા ટુ વ્હીલરો અવાર નવાર સ્લીપો ખાતા હોય છે. જયારે મોટા પ્રમાણમાં ટોલટેક્ષ ભરવા છતા ફોર વ્હીલરો ખાડામાં પછડાતા ગાડીઓમાં મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ દેવ દિવાળી હોવાથી ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ ફાગવેલ ખાતે ભાથીજી મહારાજના મેળામાં આવતા દર્શનાર્થીઓને પણ ખાડાના લીઘે તકલીફોનો સામનો કરવો પડી રહયો છે. જેથી કોન્ટ્રકટર દ્વારા આ નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડાની મરામત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ટોલટેક્સ ઉઘરાવવા છતાં મરામત નહીં

હાઈવેની આજુબાજુમાં ગમોમાં રહેતા સ્થાનીકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય વર્ષોથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર મસમોટા ખાડા પડી હયા હોવા છતાં ટોલની ઉઘરાણી કરવામાં આવી રહી છે.રોડની બન્ને સાઈડે પડેલા ખાડાઓની મરામત કરવામાં આવતી નથી જેના લીધે રોજ બરોજના નાના મોટા અકસ્માતો સર્જાય છે અને ગાડીઓને મોટા પ્રમાણમાં નુકસાન પણ થાય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *