- લોકસભા ચૂંટણીને લઇ નાણાકીય હેરાફેરી અટકાવવા પગલું
- મહીસાગર જીલ્લાને જોતી આંતર જીલ્લા ચેકપોસ્ટ બનાવાઈ
- જીલ્લા ચેકપોસ્ટ 24 કલાક કાર્યરત કરવામાં આવી
બાલાસિનોર ટાઉન પોલીસ દ્રારા બાલાસિનોરના હાંડીયા, અદાવાદ ઈન્દોર બાયપાસ પાસે અને શીવલીંગ મહાદેવ તથા તાલુકા પોલીસ સ્ટેશન દ્રારા ઈચ્છાના મુવાડા એમ બાલાસિનોરમાં ચાર આંતર જીલ્લા ચેકપોસ્ટ 24 કલાક કાર્યરત કરવામાં આવી છે અહીથી પસાર થતા વાહનોનું ચેકીંગ કરવામાં આવે છે.
આગામી તારીખ 7 મે ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈ મહીસાગર જીલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ બાલાસિનોરના ટાઉન પોલીસ ઈન્સ્પેકટર એ.એન.નિનામા દ્રારા બાલાસિનોર સેવાલીયા રોડ પર આવેલ હાંડીયા ચોકડી પાસે અને અદાવાદ ઈન્દોર હાઈવે પર અને બાલાસિનોર કપડવંજ હાઈવે પર શીવલીંગ હાદેવ પાસે ખેડા જીલ્લો અને મહીસાગર જીલ્લાને જોતી આંતર જીલ્લા ચેકપોસ્ટ બનાવાઈ છે. જયારે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એ.બી. દેવધા દ્રારા અરવલ્લી જીલ્લા થી હીસાગર જીલ્લાને જોડતી સરહદ ઈચ્છાના મુવાડા ખાતે ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી છે આ આંતર જીલ્લા ચેકપોસ્ટ પરથી બાલાસિનોરમાં પ્રવેશ કરતા તમામ નાના મોટા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાયુ છે.
