Banaskantha : થરાદમાં MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા, ડ્રગ્સ, મોબાઇલ, બાઇક મળી 81,960નો મુદ્દામાલ જપ્ત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પોલીસના વાહન ચેકિંગ દરમ્યાન બે યુવકો પાસેથી MD ડ્રગ્સ ઝડપાયું છે, જે મામલે પોલીસની કાર્યવાહી આગળ વધી રહી છે.

બાઇક પર સવાર 2 આરોપીઓ પાસેથી ડ્રગ્સ જપ્ત થયું

પોલીસના જણાવ્યા અનુસાર, બાઇક પર સવાર 2 આરોપીઓ પાસેથી ડ્રગ્સ જપ્ત થયું છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ અને બાઇક સાથે 81,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓની ઓળખ સુજલ અને સાહિલ તરીકે થઈ

આરોપીઓની ઓળખ સુજલ અને સાહિલ તરીકે થઈ છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS Act હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઇ રહી છે.

આ પણ વાંચો—-     Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *