Bayad: વાત્રક નદીમાં માછલાં મારવા વિસ્ફોટકોથી બ્લાસ્ટ કરવાનો મામલો, બે શખ્સની ધરપકડ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અરવલ્લી જિલ્લા પોલીસે બાયડ તાલુકાના જુમાત્રાલ ગામની સીમમાંથી પસાર થતી વાત્રક નદીમાં પાણીમાં વિસ્ફોટકોથી બ્લાસ્ટ કરી માછલાં મારવાના કૃત્યનો પર્દાફાસ કરી બે શખ્સોને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા બંન્ને શખ્સો ધનસુરા તાલુકાના જુના બીલવણીયા ગામના છે. વિસ્ફોટ માટે વપરાતા મુદ્દામાલને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ સામાન્ય માણસો પાસે વિસ્ફોટ માટે વપરાતા વેગન ટોટા કેવી રીતે પહોંચ્યા ? તેને લઈને જિલ્લા પોલીસની તપાસ એજન્સીઓ સામે સવાલો ઊઠયા છે.

અરવલ્લી જિલ્લા પોલીસ બાયડ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જુમાત્રાલ સીમમાંથી પસાર થતી વાત્રક નદીમાં પાણીમાં વિસ્ફોટકોથી બ્લાસ્ટ કરી માછલાં મારવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. આથી પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી હતી. જ્યાં જુમાત્રાલ ગામની સીમમાં વાત્રક નદીના કિનારે બે શખ્સો દેખાયા હતા. ઝડપાયેલા શખ્સો પાસે કપડાની થેલીમાં 11 જીલેટીન વેગન ટોટા અને 11 ડિટોનેટર કેપ, બેટરી સહિતના વિસ્ફોટક પદાર્થો મળી આવ્યા હતા. પોલીસે અજય ખાંટ, સુરેશ ખાંટની વિરૂદ્વ બાયડ પોલીસ મથકે વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *