Bayad: વાસણી ગામે પાંચ લાખના ખર્ચે ઊભો કરેલો RO પ્લાન્ટ બંધ થયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગુજરાત સરકાર વિકાસના કામો માટે અને ગામડાંઓમાં નવી સુવિધાઓ ઉભી કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટોની રકમની ફાળવણી કરે છે.

પરંતુ અમલના નામે પાયાના સ્તરે મીંડુ હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. બાયડ તાલુકાના વાસણી ગામે એક વર્ષ પહેલા લાખોના ખર્ચે ઉભો કરેલો આરઓ પ્લાન્ટ 15 દિવસમાં જ ઠપ થયા છતા હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ ન હોવાની જાગૃત નાગરિકો ફરિયાદો કરી રહ્યા છે.

બાયડ તાલુકાના વાસણી ગામના જાગૃત નાગરિકના આક્ષેપો પ્રમાણે એક વર્ષ અગાઉ ગામમાં રૂ. 5 લાખનો ખર્ચ કરીને આરઓ પ્લાન્ટની સુવિધા કાર્યરત કરવામાં આવી હતી. આરઓ પ્લાન્ટ કાર્યરત થતા ગ્રામજનોને ભૂગર્ભ જળની ઓગળેલી અશુદ્વિઓમાંથી મુક્તિ મળશે અને પીવાનું શુદ્વ પાણી મળી રહેશે તેવી આશા જાગી હતી. જાગૃત નાગરિકના કહેવા પ્રમાણે ગ્રામજનોની આશાઓ અને અપેક્ષાઓ થોડા જ દિવસોમાં ઠગારી નિવડી હતી. પ્લાન્ટ કાર્યરત કર્યાના 15 દિવસ ચાલુ રહ્યો હતો. ત્યાર બાદ ઠપ થઈ ગયો હતો. આ વાતને એક વર્ષ થવા આવ્યું છે છતા આરઓ પ્લાન્ટ ઠપ જ છે. તેને ફરીથી કાર્યરત કરવાનું તંત્રને સુજતુ નથી. ગ્રામજનો પ્લાન્ટ હોવા છતા શુદ્વ પાણીથી વંચીત હોવાનો ઘાટ ઘડાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *