Mehsana News: આજે દિવાળીના દિવસે બહુચરાજી મંદિરમાં માં બહુચરને સોનાનો થાળ ધરાવાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

દિવાળી પર્વમાં યાત્રાધામ બહુચરાજી ખાતે માં બહુચરને આજે સોનાના આભૂષણો પણ પહેરાવવામાં આવ્યા હતા. માતાજીને આજે દોઢ કિલોથી પણ વધુ વજનનો સોનાનો થાળ ધરાવવામાં આવ્યો હતો. આ પરંપરા અંદાજે 450 વર્ષોથી ચાલી આવી છે.જે આજે પણ પૂરા આદર સાથે નિભાવાઈ છે.માતાજીના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

ગાયકવાડ સરકાર તરફથી સોનાનો થાળ અર્પણ કરવામાં આવેલો હતો

બહુચરાજી માતાજીના પુજારીએ જણાવ્યું કે, આજે દિવાળીનો શુભ પર્વ છે અને વર્ષનો છેલ્લો દિવસ છે. વર્ષના છેલ્લા દિવસે અને વર્ષના પહેલા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે માં બહુચરને ગાયકવાડ સરકાર તરફથી સોનાનો થાળ અર્પણ કરવામાં આવેલો હતો.એ સોનાના થાળની અંદર આજે માતાજીને શાહી ભોજન અર્પણ કરવામાં આવે છે. વિવિધ પ્રકારના પકવાન અહીંયા જાતે જ મંદિરના રાજભોગના પૂજારી દ્વારા બનાવવામાં આવે છે. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *