Bharuch: કારની પાછળની સીટમાં બેભાન હાલતમાં મળી આવ્યા બાદ યુવકનું મોત, વાગરા પોલીસ તપાસમાં જોતરાઈ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત GIDC માં આવેલી નામાંકિત બિરલા ગ્રાસિમ કંપની ના પાર્કિંગ વિસ્તારમાં એક આશાસ્પદ યુવાનનું રહસ્યમય રીતે મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. કંપનીના પાર્કિંગમાં ઉભેલી કારમાંથી યુવક બેભાન હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

યુવાનનું રહસ્યમય રીતે મોત નિપજ્યું 

મળતી માહિતી મુજબ, જંબુસર તાલુકાના ડોલીયા ગામના રહેવાસી પિયુષકુમાર ગંભીરભાઈ મકવાણા (ઉંમર આશરે 25-30 વર્ષ) વિલાયત GIDC સ્થિત બિરલા ગ્રાસિમ કંપનીમાં નોકરી કરતા હતા. ગત રોજ, પિયુષકુમાર કંપનીના પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારની પાછળની સીટ પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વાગરા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ

યુવાન કારની અંદર કેવી રીતે પહોંચ્યો અને તેનું મોત ગૂંગળામણને કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર, તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પાર્કિંગ જેવી વ્યસ્ત જગ્યાએ કારની અંદર બેભાન હાલતમાં લાશ મળી આવતા ઘટનાની ગંભીરતા વધી ગઈ છે. ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે પિયુષ મકવાણાના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હાલમાં પોલીસે આ મામલે અકસ્માત મોત (AD) નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: Kutch: સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરતી ત્રિપુટી ઝડપાઈ, LCBએ નકલી સોનાના બિસ્કિટ કબ્જે કર્યા



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *