ભરૂચ જિલ્લાની પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે એક મહત્વના ઓપરેશનમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી મુકેશ કરશનભાઈ ગોહિલને સુરતથી દબોચી લીધો છે. ઝઘડિયા પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલો આ આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો.
પેરોલ-ફર્લો સ્ક્વોડનું એક્શન મોડ
ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પેરોલ-ફર્લો જમ્પ કરનારા અને લાંબા સમયથી વોન્ટેડ હોય તેવા ગુનેગારોને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સૂચનાના પગલે પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરી રહી હતી.
બાતમીના આધારે સુરતમાં દરોડો
ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એમ.વી. એક્ટ (Motor Vehicle Act) ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં મુકેશ કરશનભાઈ ગોહિલ (રહે. સ્વેતરાજ સોસાયટી, વરાછા રોડ, સુરત) છેલ્લા બે વર્ષથી ફરાર જાહેર કરાયો હતો. પોલીસને પાકી બાતમી મળી હતી કે આરોપી હાલમાં સુરત ખાતે પોતાના નિવાસસ્થાને આવ્યો છે.આ બાતમી મળતા જ ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે સુરત ખાતે વોચ ગોઠવી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી મુકેશ ગોહિલને તેના ઘરેથી જ ઝડપી પાડ્યો હતો.
