દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ભાણવડ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ રઝડયા:ડોકટર નહી હોવાનો દર્દીઓનો આક્ષેપ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • ભાણવડ અરોગ્ય કેન્દ્રના ડોક્ટર રજા પર
  • ડેપ્યુટેશન પરના ડોક્ટર પણ નથી હાજર
  • સવારથી દર્દીઓ જોઈ રહ્યાં છે ડોકટરની રાહ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ આરોગ્ય કેન્દ્રમાં આજ સવારથી જ દર્દીઓ રઝળી પડયાં છે,તો આરોગ્ય કેન્દ્ર પરના ડોકટર રજા પર છે અને અન્ય ડોકટરને ડેપ્યુટેશન પર મૂકયા છે તે હજુ સુધી આરોગ્ય કેન્દ્રમાં આવ્યા નથી જેના કારણે દર્દીઓને સારવાર મળી નથી રહી,દર્દીઓને હવે સારવાર લેવા કયાં જવું એ એક પ્રશ્ન છે,તો દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં ડોકટર કયારે આવશે તેની રાહ જોઈને બેઠા છે.

દૂર દૂરથી આવ્યા દર્દીઓ

ગામંડા ગામોમાં જયારે કોઈ પણ વ્યકિત બિમાર પડે તો તે પહેલાં નજીકના આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે જતા હોય છે,તો કોઈ ગંભીર બિમારી કે વધુ સારવારની જરૂર પડે તો શહેરી વિસ્તારમાં આવતા હોય છે,ભાણવાડના આરોગ્ય કેન્દ્રમાં આજે વહેલી સવારથી દર્દીઓ લાઈન લગાડીને બેઠા હતાં પરંતુ ડોકટર જ ના આવતા દર્દીઓને કોઈ પણ પ્રકારની સારવાર મળી ન હતી,તો દર્દીઓનો એ પણ આક્ષેપ છે કે,ઘણી ગર્ભવતી મહિલાઓ પણ સારવાર માટે આવી હતી અને તેમને પણ સારવાર મળી નથી,તો દર્દીઓએ ડોકટરોનો રોષ લોકો સમક્ષ ઠાલવ્યો હતો.

ના ઉપાડયા ડોકટરે ફોન

આરોગ્ય સેન્ટરની અંદર ફરજ પરના ડોકટરના ફોન નંબર પર દર્દીઓએ ફોન લગાવ્યાં પણ કોઈ ડોકટરે ફોન ઉપાડયાં નહીં,આરોગ્ય સેન્ટરમાં ડોકટરની ફરજ 24 કલાકની રહેતી હોય છે,ના તો નર્સ,ના તો ડોકટર,બસ ફકત દર્દીઓ જ આરોગ્ય સેન્ટરમાં હતા,કોઈ મોટી ઘટના બની હોત અને ડોકટર ના હોત તો કોણ જવાબદાર હોત તે પણ એક પ્રશ્ન છે,ત્યારે ઉચ્ચ અધિકારીઓ ફરજ પર બેદરકારીને લઈ ડોકટર સામે પગલાં લે શે કે નહીં તે જોવું રહ્યું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *