સાવલીના ટુંડાવ ગામે એક ખાનગી ફર્મ હાઉસમાં ગુજરાત મોલેસલામ ગરાસિયા પ્રગતિ મંડળની કારોબારીની મીટીંગ યોજાઈ હતી. જેમા વિવિધ સમાજ લક્ષી મુદ્દાઓ પર છણાવટ કરાઇ હતી.
જેમાં સૌ પ્રથમ ભરૂચ મુકામે આગામી 24-11-24ના રોજ સમગ્ર ગુજરાતના ગરાસિયા સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારંભ યોજવાનું નક્કી કરાયું છે. આ સમયે સમગ્ર ગુજરાતના મોલેસલામ સમાજના અગ્રણીઓએ સમાજની પ્રગતિ અને ઉન્નતિ માટે પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત ગરાસિયા પ્રગતિ મંડળ પ્રમુખ રફ્કિભાઈ રાણા, ઉપપ્રમુખ ડો. પ્યારેસાહેબ રાઠોડ, મંત્રી અબ્દુલભાઈ ચૌહાણ સહિત સંગઠન અને કારોબારીના સભ્યો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.
