Kachchh News: 400 કર્મચારીઓની સામૂહિક બદલીના નિર્ણય સામે ભારે અસંતોષ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની સામુહિક બદલી લઈને કર્મચારીમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.એક સાથે 400 જેટલા કર્મચારીઓની સામૂહિક બદલી કરવામાં આવી હતી.આજે આરોગ્ય કર્મચારી જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

સામૂહિક બદલીને લઈ કર્મચારીઓ રોષે ભરાયા

કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અંદાજે 400 કર્મચારીઓની સામૂહિક બદલીના નિર્ણય સામે કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.આ મુદ્દે આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓ જિલ્લા પંચાયત કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા હતા.જ્યાં તેમણે જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીને મળીને રૂબરૂ રજૂઆત કરી હતી.આ સામૂહિક બદલીનો નિર્ણય પુનર્વિચાર કરવામાં આવે તેવી રજૂઆત કર્મચારી દ્વારા કરવામાં આવી છે.આ મામલે હવે જિલ્લા પંચાયત શુ નિર્ણય કરે છે તે હવે જોવું રહ્યું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *