Kachchh News: ગાગોદરમાં દારુ સંતાડવા બુટલેગરે પલંગની નીચે ભોંયરૂ બનાવ્યું, કીમિયો જોઈને પોલીસ પણ ચોંકી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગુજરાતમાં દારૂની હેરાફેરીના અનેક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યાં છે. પોલીસની સક્રિયતા હોવા છતાં બુટલેગરો બેફામ પણે દારૂની હેરાફરી કરતા થયા છે. ત્યારે કચ્છમાં દારુ સંતાડવા માટે એક બુટલેગરે ગજબનો કીમિયો અજમાવ્યો હતો. ગાગોદરમાં એક મકાનમાંથી પોલીસે 2.61 લાખનો દારુ ઝડપ્યો હતો.

કચ્છમાં દારુ સંતાડવા બુટલેગરનો ગજબ કીમિયો

કચ્છમાં ગાગોદરમાં એક મકાનમાં પોલીસે દરોડા પાડીને 2.61 લાખની કિંમતનો દારુ ઝડપી પાડ્યો હતો. બુટલેગરે મકાનમાં પલંગ નીચે ભૂગર્ભ ટાંકામાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો. આરોપીએ પલંગની નીચે જ ભોંયરૂ બનાવ્યું હતું. પોલીસની તપાસમાં પલંગનું પાટીયુ હટાવતા ગુપ્ત ભોંયરૂ મળી આવ્યું હતું. બુટલેગર વાસુદેવસિંહના મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં ફરાર થઈ ગયેલા ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Bhuj News : ભુજ પાલિકાનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં, ભુજ વાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરાય છે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *