Bodeli:શાળામાં KMK-25 પૂર્વ ઝોન રસ્સાખેંચ સ્પર્ધા યોજાઈ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બોડેલીની ખત્રી વિદ્યાલયમાં ત્રિદિવસીય આયોજિત ખેલમહાકુંભ અંતર્ગત પૂર્વ ઝોનની રસ્સાખેંચ સ્પર્ધામાં ઉષાબેન જાદવના નેતૃત્વમાં કુલ 25 ટીમે ભાગ લીધો હતો. જેમાથી વિજેતા 8 ટીમ રાજ્યકક્ષાની રમતમાં ભાગ લેશે.

સ્પર્ધામાં 60 વર્ષથી ઉપર 3 ટીમ હતી. જેમાં વડોદરાના રિટાયર આર્મીમેનના પત્ની 78 વર્ષીય મણીબેન સ્પર્ધામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વણછરા ગામના 78 વર્ષના મણીબેન ભારતસિંહ પરમારે અં-17ને શરમાવે તેવું પ્રદર્શન કરી સૌ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં પ્રથમ ખેડા અને દ્વિતીય ક્રમે વડોદરા ગ્રામ્યની ટીમ રહી હતી. ઓપન વર્ગમાં 8 ટીમે ભાગ લીધો હતો. જેમાં પ્રથમ દાહોદ અને દ્વિતીય ક્રમે વડોદરા ગ્રામ્ય ઉપરોક્ત વર્ગોમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બની હતી.

2036માં ભારતમાં યોજાનાર ઓલિમ્પિકની તૈયારી

વૃદ્ધ સહિત યુવાઓની ખેલ મહાકુંભ 2025ની તમામ સ્પર્ધાનો મુખ્ય હેતુ યુવા ખેલાડીઓની સુષુપ્ત શક્તિને બહાર લાવીને રમત-ગમત ક્ષેત્રે દેશને આગળ વધારવાનો છે. 2036માં ઓલિમ્પિક રમતોનું આયોજન ભારતમાં થવા જઈ રહ્યું છે. તે માટે વિવિધ રમતોમાં ખેલાડીઓને તૈયાર કરવાનો છે.- છોટાઉદેપુર જિલ્લા રમત ગમત અધિકારી

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *