જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બોપલમાં રવિવારથી નર્મદાના પાણી અપાશે

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • ત્રણ ઓવરહેડ ટાંકી તૈયાર SP રિંગ રોડની બન્ને સાઈડ ‘ગીન કવર’ કરાશે
  • 250 મકાનના સવા લાખ રહીશોને મળશે નર્મદાના પાણીનો લાભ
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા નર્મદાના નીર પુરા પાડવા લોકાર્પણ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા પશ્ચિમ ઝોનમાં બોપલ વિસ્તારના રહીશોને તા. 24 જુલાઈ, રવિવારથી નર્મદાનું પાણી આપવામાં આવશે. શહેરની ફરતે આવેલા એસ. પી. રિંગ રોડને ત્રીન કવર કરવા માટે રોડની બંન્ને સાઈડ સંખ્યાબંધ વૃક્ષારોપણ કરાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તા. 24 જુલાઈના રોજ સવારે 10 કલાકે બોપલના રહીશોને નર્મદાનું પાણી પુરૂં પાડવા માટેના પ્રોજેક્ટનુ લોકાર્પણ કરવામાં આવશે અને તેના લીધે 1 લાખ 25 હજાર રહીશોને નર્મદાના પાણીનો લાભ મળશે મ્યુનિ. હસ્તકના જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બોપલમાં નર્મદાના પાણી અપાશે. બોપલમાં આવેલ 19 વિસ્તારની 367 સોસાયટીના અંદાજે 25 હજાર જેટલા મકાનોને પૂરતા પ્રેશરથી પાણી પૂરૂ પાડવા માટે ત્રણ ઓવરહેડ ટાંકીઓ તૈયાર કરવામાં આવી છે. મ્યુનિસિપલ હદમાં 2006-07માં બોપલનો સમાવેશ કરાયાના લગભગ 15 વર્ષ પછી બોપલવાસીઓને નર્મદાનું પાણી આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા 75 હજાર EWS આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, મ્યુનિ. હદમાં સમાવેશ કરાયેલા બોપલ વિસ્તારના રહીશોને નર્મદાનું પાણી પૂરૂં પાડવા માટે ઔડા દ્વારા આયોજન કરાયું છે. બોપલના નાગરિકોને પાણી પૂરૂં પાડવા માટે એક લાખ લિટરની કેપેસિટીનો અન્ડરગાઉન્ડ સમ્પ તૈયાર કરવામાં આવ્યો છે અને આ સમ્પમાંથી 30 હજાર લિટરની કેપેસિટીની 6 ઓવરહેડ ટાંકી બનાવવામાં આવશે, જે પૈકી સ્ટર્લિંગ, DPS સ્કુલ અને ઓનેસ્ટ- વસંત બહાર નજીક એમ ત્રણ સ્થળે ઓવરહેડ ટાંકી તૈયાર કરાઈ છે. આમ, તા. 24 જુલાઈ, રવિવારથી નર્મદાના નીર આપવામાં આવશે અને આ બોપલના રહીશોની પીવાના પાણીની સમસ્યા દૂર થશે. શહેરની ફરતે આવેલા એસ. પી, રિંગ રોડની બંન્ને બાજુએ સંખ્યાબંધ લીલાછમ વૃક્ષોનું પ્લાન્ટેશન કરાશે અને ગ્રીન કવર ઉભું કરીને સમગ્ર એસ. પી. રિંગ રોડને હરિયાળી બનાવવામાં આવશે.

બોપલના કયા વિસ્તારોમાં નર્મદાના નીર પહોંચશે

– ગાર્ડન રેસીડેન્સી, ચિતવન, તિરૂપતિ બંગલો, આરોહી એલીગન્સ, આરોહી ઈલિસિયમ, શિવમ બંગલો, ઓર્ચિડ એલીગન્સ, સફલ પરિસર – 1 અને 2, ગાલા સ્વિંગ, ગાલા માર્વેલ, નિલકંઠ બંગલો, DPS સ્કુલ એરિયા, સન ઓપ્ટિમા, ગાર્ડન પેરેડાઈઝ, સાંપ્રત ફ્લેટ, સ્ટર્લિંગ સિટી, દેવ દીપ-1. પુષ્પમ બંગલો અને જલદીપ બંગલો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *