Botad : ગઢડામાં સાંખ્યયોગી બહેનને જાનથી મારી નાખવાની ધમકી, રસ્તા વચ્ચે પડેલા બાઇક મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સે ધમકી આપી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બોટાદ જિલ્લાના ગઢડામાં સાંકડી શેરી નજીક જૂના સ્વામીનારાયણ મંદિર સામે રહેતી 65 વર્ષીય સાંખ્યયોગી બહેન જસુબેન કોરડિયાને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંદાતા પોલીસે તપાસ શરુ કરી છે.

 શું થયું હતુ?

ગત રાત્રે પૂજા કર્યા પછી ઘરે જતાં જસુબેને રોડ પર પડેલી બાઈક વિશે પૂછતા, બાઈકનો માલિક હિતેશ બલદાણીયા નામનો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેમને અપશબ્દો બોલ્યા બાદ હાથમાં કાંટાવાળું ઝાડૂ લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

 પોલીસની કાર્યવાહી

જસુબેન કોરડિયાએ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી. પોલીસે હિતેશ બલદાણીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.

આ પણ વાંચો—-      Gujarat Budget 2026 : આજે રજૂ થશે રાજ્યનું બજેટ, GYAN મોડેલ પર કેન્દ્રિત રહી શકે છે બજેટ, ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ પર મુકાશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *