Kheda News: ચકલાસી નગરપાલિકામાં રાજકીય ભડકો, 22 સભ્યોએ ભાજપના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ચકલાસી નગરપાલિકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ચકલાસી નપાના સભ્યોનો ભાજપ પ્રમુખ પર આક્ષેપ કરાયો છે. ઉપપ્રમખ અમિત પટેલના પ્રમુખ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રમુખ કામકાજમાં સંકલન ન કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે. પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં પ્રમુખ નિષ્ફળ નિવડ્યાં છે.વિકાસના કાર્યનું આયોજન ન કરતા હોવાના આક્ષેપ કરાયો છે. 22 સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે 26 ઓગસ્ટે ફેંસલો થશે.

ઉપપ્રમખ અમિત પટેલના પ્રમુખ સામે આક્ષેપ

ચકલાસી નગરપાલિકાના પ્રમુખ સામે પાલિકાના સભ્યોએ ગંભીર આક્ષેપો કર્યા હતાં. પાલિકાના ઉપપ્રમુખ અમિત પટેલે પ્રમુખ સામે આક્ષેપો કર્યા હતાં. પાલિકા પ્રમુખ કામકાજમાં સંકલન નથી કરતા, પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નિષ્ફળ નિવડ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિકાસના કાર્યોનું આયોજન પણ નહીં કરાતુ હોવાનો આક્ષેપ કરાયો છે. પાલિકાના 22 જેટલા સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી. જેનો આગામી 26 ઓગસ્ટે ફેંસલો થશે.

પ્રમુખ કામકાજમાં સંકલન ન કરતા હોવાના આક્ષેપો

વિરોધ કરનારા સભ્યોના જણાવ્યા પ્રમાણે, ચકલાસી નગરપાલિકાના ભાજપ પ્રમુખને સામાન્ય સભા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.પ્રમુખે સામાન્ય સભા ન બોલાવતા ઉપપ્રમુખને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.14-ઓગષ્ટે ઉપપ્રમુખે ચાર્જ સંભાળતા મિટિંગનો એજન્ડા કાઢવામાં આવ્યો હતો.એજન્ડામાં આગામી 26 ઓગસ્ટે ઉપપ્રમુખ દ્વારા સામાન્ય સભા બોલાવાઈ છે. આ મામલે હવે 26 ઓગસ્ટે કોને પ્રમુખ પદ મળશે તેની પર સૌની નજર મંડરાઈ છે. ચકલાસી નગરપાલિકામાં પ્રવિણ ભાઈ લલ્લુભાઈને પ્રમુખ પદ મળે તેવું ઉપપ્રમુખે જણાવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *